અમરેલી:સાવકુંડલાથી જીરા જવાના રોડ પર આવતાં કોઝવે પરથી એક કાર નદીમાં ખાબકી ગઈ હતી શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહના કારણે કાર તણાવા લાગી હતી જોકે ઘટનાની જાણ ગામ લોકોને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં અને કારને JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી જો કે સમગ્ર ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે