જૂનાગઢ:મેંદરડા-સાસણ રોડ પર માલણકા ગામ નજીક આવેલા વર્ષ 1979માં બનેલો અને 60 ફુટ જેટલો લાંબો પુલ ગઇકાલે એટલે 6 ઓક્ટોબરનાં રોજ સાંજે અચાનક તૂટી ગયો હતો પુલના ટૂકડા થઈ જતા ત્યાંથી પસાર થઇ રહેલી ત્રણ કાર નીચે ખાબકી હતી જેમાં 12 જેટલા લોકોને સામાન્ય ઈજા થઈ હતી હાલ મેંદરડા સાસણનો માર્ગ બંઘ કરી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે 40 વર્ષ જૂના પુલનાં સમારકામની મંજૂરી મળી ન હતી