ભિલોડામાં આઠમના પર્વની અનોખી ઉજવણી, કુંવારિકાનું પૂજન કરી મહાઆરતી ઉતારી

2019-10-07 116

ભિલોડા: નવદુર્ગા મંડળ દ્વારા આઠમ નિમિતે ભિલોડાના ચોકલી ચોક ખાતે માતાજીનો દેખાવ અને કુવારીકાનું પૂજન કરી મહા આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે માઇ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો આ અંગેની વિગત એવી છે કે નવદુર્ગા મંડળ દ્વારા દર વર્ષે આઠમના રોજ માતાજીના દેખાવમાં કુવારીકા શ્રેયા રશ્મિકાંત પંચાલનું પૂજન કરાયું હતું ચોકલી ચોકમાં યોજાયેલા માતાજીના દેખાવમાં કુવારીકાઓને માતાજીનો પહેરવેશ પહેરાવી તેમની મહા આરતી ઉતારવામાં આવે છે વડવાઓ વખતથી ચાલી આવતી પરંપરા આજેય પણ જાળવી રાખવામાં આવી છે

Videos similaires