પાક કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)થી રવિવારે મોટી સંખ્યામાં પાક સમર્થક લોકોએ એલઓસી તરફ આવવા કૂચ કરી હતી જોકે પાક પોલીસે તેમને 7થી 8 કિલોમીટર દૂર જ અટકાવી દીધા હતા મીડિયાના અહેવાલ મુજબ 1 લાખ લોકો ભેગા થયા છે મોટા ભાગના યુવાનો છે જે પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદથી શનિવારે ગઢીદુપટ્ટા આવી ગયા હતા રાત્રે ત્યાં રોકાયા પછી રવિવારે સવારે મુજફ્ફરાબાદ-શ્રીનગર હાઈવે પર એલઓસી તરફ વધી રહ્યાં હતા જેમને પીઓકેના ચકોઠી પહેલા અંકુશ રેખાથી 7-8 કિલોમીટર અંતરે જિસ્કૂલમાં રોકી દેવાયા છે પોલીસે હાઈવે પર કન્ટેનર અને કાંટાળી વાડથી રસ્તો રોકી દીધો છે કેટલાક યુવકોએ પહાડ પર ચઢી આગળ જવાની કોશિશ કરી હતી ચકોઠી અંકુશ રેખાથી ત્રણ કિલોમીટર અંતરે પીઓકેમાં છે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)એ કલમ 370 હટાવવાની વિરુદ્ધમાં આ માર્ચનું આહવાન કર્યું હતું કહેવાય છે કે આ આંદોલન પાછળ પાક સરકારનો હાથ છે જો કે ઇમરાન ખાને અંકુશ રેખા તરફ નહીં વધવા ચેતવણી આપી છે આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ અમેરિકન સેનેટર ક્રિસ વાન હોલેન સાથે અંકુશ રેખાની બંને તરફની સ્થિતિ જોવાનો આગ્રહ કર્યો છે પાકિસ્તાન વિદેશ મંત્રાલયે શનિવારે રાત્રે એક નિવેદન જારી કરીને કહ્યું કે, હોલેન અમેરિકાના પ્રભારી રાજદૂત પોલ જોન્સ સાથે શનિવારે બપોરે મુલતાન પહોંચ્યા હતા