ઈરાકમાં આર્થિક સુધારા અને ભ્રષ્ટાચાર ખતમ કરવાની માંગ અંગે બગદાદ, નાસિરયાહ, દિવાનિયાહ અને બસરામાં મંગળવારે હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે જેમાં મૃતકોની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે 2500થી વધારે લોકો ઘાયલ થયા છે ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી
બગદાદમાં પ્રદર્શનકારીઓના હાથમાં IS વિરુદ્ધ લડનારા લેફ્ટિનેન્ટ જનરલ અબ્દુલ વહાબ અલ-સાદી સહિત દેશના અન્ય યોદ્ધાઓના ફોટોઝ પણ હતા જો કે, વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર સુરક્ષાબળોએ પાણી અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા જેનાથી હિંસા ભડકી ઉઠી અને ત્યાંની પરિસ્થિતી તણાવપૂર્ણ બની ગઈ છે