વડોદરાઃશહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી દેના બેંકમાં ફરજ બજાવતા કર્મચારીએ વહેલી સવારે પોતાના ઘરથી 200 મીટર દૂર આવેલા તળાવમાં પડતું મુકી જીવાદોરી ટુંકાવી લીધી હતી બેંક કર્મચારી પિતાના તાજેતરમાં થયેલા અવસાનનો આઘાત સહન ન થતાં આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે શહેરના વારસીયા કોટ વિસ્તારમાં રહેતા અને ફતેગંજ ખાતે આવેલી દેના બેંકમાં નોકરી કરતા અનિલભાઇ મોહનભાઇ શર્મા (ઉં55)એ વહેલી સવારે પોતાના મકાન નજીક આવેલ સરસીયા તળાવમાં પડતું મુકી આપઘાત કરી લીધો હતો મોડી સવારે સ્તાનિક લોકોએ તળાવમાં લાશ તરતી જોતા સીટી પોલીસને જાણ કરી હતી તુરતજ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી દરમિયાન પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી લાશ બહાર કઢાવી હતી