બૉલિવૂડ એક્ટર અક્ષય કુમાર રિયલ લાઇફમાં પણ એક ખેલાડી છે તેવુ આ વીડિયો પરથી જરૂર કહી શકાય, હાલમાં જ તે હાઉસફુલ 4ના પ્રમોશન માટે મનિષ પોલના ન્યૂ શૉ મૂવી મસ્તી પર આવ્યો હતો અહીં શૉના આર્ટીસ્ટ એક સ્ટંટ કરતા હતા અને અચાનક તેની તબિયત બગડતા તે હવામાં બેહોશ થઈ ગયો અક્ષયે સમયની સતર્કતા વાપરી તરત સેટ પર દોડી ગયો અને તેની ઉતારી તેનો જીવ બચાવ્યો હતો જેની સોશિયલ મીડિયા પર ખુબ પ્રશંસા થઈ રહી છે