ગોરેગાંવમાં આવેલી આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે અંદાજે 2700 વૃક્ષ કાપવાનું કામ શુક્રવાર મોડી રાતે શરૂ થઈ ગયું છે પર્યાવરણ કાર્યકર્તાઓ સાથે સામાન્ય લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, મેટ્રો રેલવે પ્રોજેક્ટના અધિકારીઓને POKમાં મોકલવા જોઈએ જેથી તે વૃક્ષ કાપવાની જગ્યાએ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી શકે આ પહેલા બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે વૃક્ષ કાપવા સંબંધી BMCની ટ્રી ઓથોરિટીનો નિર્ણયને નામંજૂર કરવાનો ઈન્કાર કરી દીધો હતો