પ્રત્યર્પણ કાયદાના વિરોધમાં પ્રદર્શન, ફ્રોગ માસ્ક પહેરી લોકોએ મેટ્રો સ્ટેશનો પર તોડફોડ કરી

2019-10-05 739

પ્રત્યર્પણ કાયદાના પ્રસ્તાવ અંગે હોંગકોંગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ ફ્રોગ માસ્ક પહેરીને વેપારી અને સાર્વજનિક સંસ્થાઓ સહિત ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરી હતી જેના કારણે શનિવારે હોંગકોંગમાં રેલવે સેવા પૂરી રીતે બંધ કરી દેવાઈ હતીસરકાર પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા અને નકાબ પર પ્રતિબંધ લગાવવા અંગે વિચારણા કરી રહી છે જેના વિરોધમાં હજારો લોકોએ નકાબ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું 1લી ઓક્ટોબરે ચીને કોમ્યુનિસ્ટ સરકારની 70મી વર્ષગાંઠ દરમિયાન ભવ્ય કાર્યક્રમ કર્યો હતો આ દરમિયાન પોલીસની ગોળીથી એક 18 વર્ષીય પ્રદર્શનકારીનું મોત થઈ ગયું હતું ત્યારબાદથી આ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને તોડ ફોડ શરૂ કરી હતી

Videos similaires