ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્ર પર સોડિયમ, કેલ્શિયમ અને આયર્ન સહિત 6 તત્ત્વ શોધ્યાં છે ઇસરોએ આ માહિતી આપતા કહ્યું કે, ઓર્બિટરમાં લાગેલા 8 પેલોડે ચાર્જ પાર્ટિકલ અને તેની તીવ્રતાની માહિતી મેળવી છે આ સાથે ઇસરોએ વધુમાં કહ્યું કે, દર 29મા દિવસે ચંદ્રની નજીકથી 6 દિવસ માટે જિયોટેલ પસાર થાય છેખેરાલુથી ટિકિટ કપાતાં નારાજ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે રાજનીતિમાંથી વિરામ લીધો છે જયરાજસિંહ પરમારે સોશિયલ મીડિયા મારફતે શુક્રવારે જાહેરજીવન અને રાજનીતિમાંથી વિરામની જાહેરાત કરી જયરાજસિંહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પાર્ટીએ તેમને બદલે બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે અને તેના કારણે તેઓ નારાજ છે