સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બે બસ વચ્ચે અકસ્માત, 7થી વધુ પ્રવાસી ઘાયલ

2019-10-04 2,409

કેવડિયા:વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આજે બે બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 7 થી વધુ પ્રવાસી ઘાયલ થયા હતા
એસટી બસે કોઇ વાહન આગળ આવી જતાં અચાનક બ્રેક મારી

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સુરતથી આવેલી એસટી બસે કોઇ વાહન આગળ આવી જતાં અચાનક બ્રેક મારી હતી જેથી પાછળ આવી રહેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની બસ ધડાકાભેર અથડાઇ હતી જેમાં 7 થી વધુ પ્રવાસી ઘાયલ થયા હતા જેમને એમ્બ્યુલન્સ દ્વારા ગરૂડેશ્વર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

Videos similaires