વૃષ્ટિ અને શિવમના સીસીટીવી સામે આવ્યા, બંને એકસાથે સોસાયટીમાંથી બહાર જતા દેખાયા

2019-10-04 10,290

અમદાવાદ:શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી વૃષ્ટિના ગુમ થવા મામલે નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગુમ થનાર વૃષ્ટિ અને શિવમ પટેલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બંને એકસાથે સોસાયટીમાંથી બહાર જતાં ફૂટેજમાં નજરે પડે છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં એક 1 ઓક્ટોબરના રોજ બપોરે 120 વાગ્યે બંને સોસાયટીમાંથી બહાર જતાં દેખાય છે બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાનના ટ્વીટ બાદ જાગેલી પોલીસે વૃષ્ટિ અને તેના મિત્ર શિવમ પટેલની શોધખોળ શરૂ કરી છે વૃષ્ટિના મોબાઈલનું લોકેશન મહેસાણા હોવાની જાણ થઈ છે જેને પગલે વૃષ્ટિ અને શિવમને શોધવા પોલીસે 3 ટીમ બનાવી છે જેમાં પીએસઆઇ લેવલના અધિકારી છે શિવમ અને વૃષ્ટિ બંને ઉવારસદ નજીક આવેલી કોલેજમાં સાથે ભણતા હતા મહેસાણા લોકેશન પર તપાસ કરવામાં આવી છે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી રહી છે આ ઉપરાંત પોલીસે વૃષ્ટિ ગુમ થયાનું પોસ્ટર લગાવ્યું છે તેની ભાળ મેળવનારને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે શિવમનો પરિવાર અમેરિકા રહેતો હોવાનું જાણવા મળ્યું છે વૃષ્ટિ શિવમના ઘરે આવી હતી અને ત્યાંથી ગુમ થઈ છે

Videos similaires