અમદાવાદ:દાણાપીઠ ખાતે આવેલી ફાયર સ્ટેશન અને ક્વાર્ટર્સનું 100 વર્ષ જૂનું બિલ્ડિંગ ગુરુવારે એસ્ટેટ વિભાગે જમીનદોસ્ત કર્યું હતું બિલ્ડિંગના કંપાઉન્ડમાં જગ્યા હોવાથી જેસીબીના ઉપયોગ વગર હિટાચી મશીનની આગળ બ્રેકર લગાવી બિલ્ડિંગના કોલમને 60 ટકા જેટલા તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મશીન ત્યાંથી ખસેડી લેવાયું હતું 34 સેકન્ડમાં જ 4 માળનું આખું બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું હતું આ ટેક્નિકના ઉપયોગથી અત્યંત ભરચક વિસ્તાર હોવા છતાં આસપાસના એકપણ બિલ્ડિંગ કે દુકાનોને તેની અસર થઈ ન હતી જો કે, તકેદારીના ભાગરૂપે ગુરુવારે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વાહનો માટે અવર-જવર બંધ કરી હતી હવે આ જગ્યાએ મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની મ્યુનિએ યોજના બનાવી છે