પેરિસના પોલીસ મુખ્યાલયમાં 4 પોલીસ કર્મચારીઓની ચાકૂ મારીને હત્યા કરાઈ

2019-10-04 703

ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા પોલીસ મુખ્યાલયમાં ગુરૂવારે એક અજાણી વ્યક્તિએ ચાકૂથી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જેમાં 4 વ્યક્તિઓના મોત થયા હતા બાદમાં હુમલાખોરને પણ ઠાર કરવામાં આવ્યો હતો પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ, હુમલાખોર પણ પોલીસ મુખ્યાલયમાં જ કર્મચારી હતો પત્રકારોના જણાવ્યા મુજબ, ઘટના બાદ પોલીસે મુખ્યાલયને ઘેરી લીધું હતું ઈમરજન્સી સેવાઓ પહોંચાડવામાં આવી હતી પોલીસ મુખ્યાલયની નજીક આવેલા મેટ્રોસ્ટેશનને બંધ કરવામાં આવ્યું હતું તે નોટ્રે-ડેમ કેથેડ્રલ અને અન્ય પર્યટન સ્થળોથી ખૂબ જ નજીક છે ફ્રાન્સમાં ચાકૂથી હુમલાની ઘટનાઓ એક પછી એક બની રહી છે આવી જ એક ઘટનામાં ગત મહિને જ ફ્રાન્સના લ્યૂન શહેરમાં એકનું મોત થયું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા

Videos similaires