વડોદરાઃચોથા નોરતે વડોદરાના એલેમ્બિક ગ્રાઉન્ડ પર આયોજિત યુનાઇટેડ વે ના ગરબામાં 40 હજાર જેટલા ખેલૈયા ઉમટ્યા હતા જો કે ગોળ ગોળ ફરીને ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખતા હજારો ખેલૈયાને તાલબધ્ધ રીતે ઝૂમતા જોઇને અભિભૂત થયા વિના ન રહેવાય ખેલૈયા ઉપરાંત 20 હજાર જેટલા દર્શકો ગરબાની રમઝટ માણવા ઉપસ્થિત રહ્યા હતા