કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી બીજી વંદે ભારત એક્સપ્રેસની લીલી ઝંડી બતાવી છે તેનાથી દિલ્હીથી કટરા વચ્ચેની મુસાફરી 12 કલાકની જગ્યાએ 8 કલાકમાં પૂરી થઈ જશે મુસાફરો માટે ટ્રેન 5 ઓક્ટોબરથી શરૂ થશેગયા મહિને ભારતીય રેલવે બોર્ડ અધ્યક્ષ વિનોદ કુમારે કહ્યું હતું કે, દિલ્હીથી કટરા જતી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ પુરૂ થઈ ચૂક્યું છે નવરાત્રિ દરમિયાન તેને શરૂ કરવામાં આવશે અમે રેલવેના અન્ય વ્યસ્ત માર્ગોને અપગ્રેડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રુટ ડિસેમ્બર 2021 સુધી તૈયાર થઈ જશે 2022 સુધી 40 વંદે ભારત એક્સપ્રેસ તૈયાર થઈ જશે