પટનામાં છઠ્ઠા દિવસે પણ 6 લાખ લોકો પાણીમાં કેદ;ખાવા-પીવા માટે વલખા,રાજ્યમાં 42 લોકોના મોત

2019-10-02 345

પટના(બિહાર)પટનામાં બુધવારે પણ જળ કરફ્યૂ જેવી પરિસ્થિતી છે શુક્રવાર સાંજથી રાજેન્દ્રનગર, કંકડબાગ, બહાદૂરપુર, એસકેપુરી, રાજીવનગર, પાટલીપુત્ર અને રામકૃષ્ણા નગરના 6 લાખથી વધારે લોકો ઘરોમાં કેદ છે રાજેન્દ્રનગરમાં વીજળી નથી, ન તો ત્યાં પાણી છે જમવાનો સામાન પણ ખતમ થઈ રહ્યો છે પાણી ન હોવાના કારણે રસોડા પણ બંધ છે બાળકોને દુધ પણ નથી મળી રહ્યું લોકો ફુડ પેકેટ્સ પર પોતાનું જીવન ચલાવવા હાલ તો મજબૂર છે આ વિસ્તારોમાં હાલ પણ 4થી 6 ફુટ સુધી પાણી ભરાયા છે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે મુશ્કેલી વધી રહી છે

Videos similaires