વડોદરાઃકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશ પ્રમાણે આજે ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના 19 કેદીઓને આજે મુક્ત કરવામાં આવ્યા હતા જે કેદીઓએ પોતાની 66 ટકા સજા પૂર્ણ કરી હોય તેવા કેદીઓને મુક્ત કરાયા હતા આ પ્રસંગે કેદીઓએ સમાજમાં જઇને સારા કામો કરવાની નેમ વ્યક્ત કરી હતી અને જેલમાં જે શિખ્યા છે, તેમાંથી પરિવારનું ગુજરાત ચલાવવાની વાત કરી હતી અને મુક્તિ સમયે કેદીઓ ભાવુક થઇ ગયા હતા