પાલનપુર: અંબાજીના ત્રિશુલિયા ઘાટ પરના ગમખ્વાર અકસ્માતમાં બ્રેક ફેલ થતાં પથ્થર સાથે અથડાવીને બસ રોકવાના પ્રયાસ કરવાની વાત વચ્ચે ડ્રાઇવરની ઘોર બેદરકારી સામે આવી છે લકઝરી બસ બસ ચાલકનો ડ્રાઇવર પોતે સેલ્ફી વીડિયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે તેનો એક નાનો વીડિયો પણ સોશિયલ મીડીયામાં વાઈરલ થયો છે વીડિયોમાં દેખાય છે એ મુજબ બસ ડ્રાઈવર મુનિર વોરા ચાલુ બસે સેલ્ફી વીડિયો શૂટ કર્યો છે જો કે આ વીડિયો ક્યારે અને કઈ જગ્યાએ શૂટ કરાયો છે એ બહાર આવ્યું નથી પરંતુ અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે બસ પલટી જતાં 22 લોકોના મોત થયા હતા તેમાં બસનો ડ્રાઇવર હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે તેની સામે દાંતા પોલીસે IPCની કલમ 304 મુજબ માનવવધનો ગુનો નોંધ્યો છે