460 ફૂટ લાંબો-60 ફૂટ કમાનવાળો પુલ તૂટ્યો, બહાર આવ્યા શોકિંગ સીસીટીવી

2019-10-02 1,806

તાઈવાનમાં એક વિશાળ પુલ સવારે તૂટી પડ્યો હતો જેના પગલે ચારથી વધુના મોત અને 10 કરતાં પણ વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચારસામે આવ્યા છે આ હોનારત સર્જાતાં જ ટેન્કર માછલી પકડવા માટેની એક બોટ પર તૂટી પડ્યું હતું આ ઓઈલ ટેન્કર પુલ પરથી પસાર થઈને સામેના છેડે પહોંચવામાં જ હતું ત્યાં જ આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માત બાદ પાણીમાં ફસાયેલા લોકોની શોધખોળ પણ શરૂ કરાઈ હતી વિશાળ બ્રિજ ધરાશાયી થયો તેના શોકિંગ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જે જોઈને ઈન્ટરનેટ પણ શોકમાં ગરકાવ થઈ ગયું હતું

મળતી વિગતો પ્રમાણે તોફાનના કારણે જ ઈસ્ટર્ન તાઈવાનમાં આવેલા નાનફાંગાઓનો આ 460 ફૂટ લાંબો અને 60 ફૂટ કમાનવાળો પુલ જર્જરિત થઈ ગયો હતો જેના કારણે જ તે ધરાશાયી થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આ ઘટનામાં બે વિદેશી માછીમારો પણ હજુ લાપતા હોવાથી બચાવની ટીમે તેમની શોધખોળ હાથ ધરી હતી સુરક્ષા એજન્સીઓ માની રહી છે કે ટેન્કર પડવાથી જે માછીમારીની બોટ પણ ભોગ બની હતી તેમાં આ લોકો દબાયેલા હોઈ શકે છે સ્થાનિક તંત્રએ પણ આવડી મોટી હોનારત થતાં જ પુલ ધરાશાયી થવાનાં કારણો શોધવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયામાં પણ કોલેપ્સ થતા આ બ્રિજના અનેક વીડિયોઝ જોઈને તાઈવાનવાસીઓ પણ આઘાતમાં સરી પડ્યા છે

Videos similaires