વડોદરાઃ વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ લોકોમાં જાગૃતિ આવે તે માટે હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા
હેલ્મેટથી અકસ્માતમાં બચી શકાય છે કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટમાં હેલ્મેટને લઇને કડક દંડની વસૂલાત શરૂ કરવામાં આવી છે જેને લઇને વડોદરા શહેરમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પોતપોતાની રીતે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે નવરાત્રી ગરબા મહોત્સવમાં યુવાન અને યુવતીઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા ખેલૈયાઓએ જણાવ્યું હતું કે, હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં પણ બચી શકાય છે અમે ઇચ્છીએ છીએ કે, વડોદરાના લોકો હેલ્મેટ પહેરીને જ પોતાના ટુ-વ્હીલર ચલાવે જેથી લોકોમાં જાગૃતિ માટે અમે લોકો હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા