સાંતલપુર: તાલુકાના મઢુત્રા પ્રાથમિક શાળાના બાળકોને શાળામાં અભ્યાસ કરવા માટે જવા માટે બે કિલોમીટર કાદવ અને કીચડમાંથી તેમજ વહેતા પાણીમાંથી જીવના જોખમે શાળાએ જવાનો વારો આવ્યો છે શાળાએ જવાનો કાચો માર્ગ ગામથી બે કિલોમીટર જેટલા અંતર થાય છે જ્યારે બીજો માર્ગ કે જે ગામથી ત્રણ કિલોમીટર કરતા પણ વધારે છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ કાચા માર્ગે જ શાળાએ જાય છે