મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને વિજયઘાટ પર લાલબહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી

2019-10-02 465

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી બાદમાં તે વિજયઘાટ પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પર તેમને પણ શત શત નમન કર્યા હતા ગાંધી જયંતીના પ્રસંગે વડાપ્રધાન દિલ્હી અને ગુજરાતના ઘણાં કાર્યક્રમોમાં સામેલ થશે ભાજપના નેતા લાલકૃષ્ણ આડવાણીએ પણ રાજઘાટ પહોંચીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ રાજઘાટ પર જઈને ગાંધીજીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને પ્રણામ કર્યા હતા નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 150મી જન્મ-જયંતિ પર શત-શત નમન

Videos similaires