શહેરના હાટકેશ્વર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર-તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો

2019-10-01 1,396

અમદાવાદઃશહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહની પાછળ આવેલી મહેશ્વરી સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો જેમાં પાંચથી વધુ અસામાજિક તત્વોએ તલવાર અને તીક્ષ્ણ હથિયારો સાથે માર્ગ પર પાર્ક કરેલી કારના કાચ તોડ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ કરી છે ઉલ્લેખનીય છે કે, આ જગ્યાએથી પાંચસો મીટર દૂર જ ગઈ કાલે ડબલ મર્ડર થયા હતા પંજાબી તાળાવાળા-બાબુભાઈની ચાલીમાં આ મર્ડર થયા હતા અસામાજિક તત્વોએ પોલીસના ડર વગર આતંક મચાવ્યો છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી

Videos similaires