સાપે ડંખ મારતાં જ યુવક તેને ગળે લટકાવીને સીધો જ દવાખાને પહોંચ્યો

2019-10-01 221

સાપે ડંખ મારતાં જ યુવક તેને પકડીને ગળે લટકાવીને સીધો જ દવાખાનામાં સારવાર માટે પહોંચ્યો હતો યુવકને આવી રીતે ગળે સાપ લટકાવીને આવેલો જોઈને ત્યાં ફરજ પર હાજર સ્ટાફ અને દર્દીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી તૌકીર નામના આ યુવકે ત્યાં જ સાપને ખોલીને તેની સાથે રમવાનું પણ ચાલુ કર્યું હતું પરિસ્થિતીની ગંભીરતા સમજીને તરત જ ડોક્ટરની ટીમે તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે બીજા દવાખાને રિફર કર્યો હતો તો તેની પાસે રહેલા સાપને પણ દવાખાનાની બહાર સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો આખો મામલો થાળે પડ્યા બાદ જ ડોક્ટર્સ અને દર્દીઓએ રાહતના શ્વાસ લીધા હતા આખી ઘટના સંતકબીરનગરના મલૌલી વિસ્તારમાં બની હતી ડોક્ટર્સે પણ માહિતી આપતાં કહ્યું હતું કે, જેને સાપ કરડ્યો હતો તેયુવક મદારી હતો