વરસાદથી પાકને નુકસાન રાજકોટમાં નારાજ ખેડૂતોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યો

2019-10-01 59

રાજકોટ: ભારે વરસાદથી ખેડૂતોના પારને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે આથી સરકાર દ્વારા સરવે કરી વળતર આપવા અને ભાદર 1 ડેમનું પાણી માત્ર સિંચાઇમાં જ આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા કલેક્ટર કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા હતા ભાદર 1 ડેમનો પીવાનું પાણી વિતરણ કરવાનો કરાર ચાલુ વર્ષે પૂર્ણ થાય છે આથી ખેડૂતોની માંગ છે કે, આ કરાર ફરી રિન્યુ ન કરવો કલેક્ટર કચેરીમાં રેલી સાથે ખેડૂતો ઉમટી પડ્યા હતા તેમજ આગામી સમયમાં ધોરાજી અથવા જેતપુરમાં ખેડૂત સંમેલન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી

Videos similaires