હસાવી હસાવીને લોટપોટ કરી દે તેવો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ પાર્કની બેંચ પર બેઠું છે ત્યાં જ અચાનક જ યુવકના હાથમાંથી તેની ગર્લફ્રેન્ડ મોબાઈલ ઝૂંટવી લે છે મોબાઈલ લઈને તરત જ તે ફેસઆઈડીથી તેને અનલોક કરવાનો પ્રયત્ન કરે છે જો કે, પહેલા પ્રયાસમાં સફળ ના થયા બાદ તે યુવતી તે મોબાઈલને તેના બોયફ્રેન્ડના ફેસથી અનલોક કરવા માટે જે રીતે મથામણ કરે છે તે જોઈને યૂઝર્સ પણ તેમનું હસવું રોકી શક્યા નહોતા સામે યુવક પણ જાણે કે મોબાઈલનું લોક ના ઓપન થાય તે માટે તેનાથી મોંઢુ સંતાડવા માટેની જદ્દોજહદ કરતો રહે છે બંને જણાં જાહેરમાં જ એકબીજા સાથે બાથોડિયાં ભરવા લાગે છે આવો નજારો જોઈને કેટલાકને તો પહેલી નજરે એવું જ લાગ્યું હતું કે તે યુવતી યુવકના ચહેરા પર કોઈ સ્પ્રે છાંટવા માગે છે જો કે, જેવો આ ફોન અનલોક થઈ જાય છે ત્યારે તે ત્યાંથી ખુશ થઈને ભાગી જાય છે તો યુવક પણ જાણે કે તેનો ગરાસ લૂંટાઈ ગયો હોય તેમ બાઘાની જેમ તેને જતી જોઈ રહે છે
સોશિયલ મીડિયામાં આ મજેદાર વીડિયોને લાખો લોકોએ લાઈક કરીને ભાતભાતની કોમેન્ટ્સ કરી હતી આ વીડિયો ક્યાંનો છે તે તો જાણી શકાયું નથી પણ અનેક લોકોએ તે અમેરિકાના જ કોઈ સ્ટેટનો હોવાનું અનુમાન લગાવ્યું હતું મોબાઈલમાં એવા તે કેવા રહસ્યો યુવકે તેની ગર્લફ્રેન્ડની છૂપાવી રાખ્યા હશે કે તેને આવી મથામણ કરવી પડી હતી તે જ વાત યૂઝર્સમાં ચર્ચાનો વિષય રહી હતી