અંબાજી/ પાલનપુર:અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી અકસ્માતમાં 10થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે બસ સ્લીપ ખાઈ ગઈ હોવાની શક્યતા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ખાનગી લકઝરી બસ અંબાજી જતા ત્રિશુલીયા ઘાટ નજીક વળાંક લેતા ખાઇમાં ખાબકી હતી જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હતા ઘટનાસ્થળે બચાવ કામગીરીને યુધ્ધના ધોરણે કરાઈ રહી છે ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માત એટલો ભયાનક હતો કે, હાઈવે પર લાશો પડી હતી અને વરસાદી માહોલમાં રોડ પર લોહીથી લથપથ હતો