નવી દિલ્હીઃએર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ વાયુસેનાની કમાન સંભાળી લીધી છે એર ચીફ માર્શલ બીએસ ધનોઆ સોમવારે (30 સપ્ટેમ્બર) તેમના કાર્યકાળના છેલ્લા દિવસે હવે વાયુસેનાની ડોર ભદૌરિયાના હાથમાં સોંપી દીધી છે કાર્યભાર સંભાળતાની સાથે જ ભદૌરિયાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પરમાણુ યુદ્ધની ધમકી અંગે કહ્યું કે, અમે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ પરમાણુ યુદ્ધ અંગે તેમના પોતાના વિચાર છે, પરંતુ અમારું વિશ્લેષણ તેમના કરતા અલગ છે