સુરતના પાંડેસરામાં ગેસનો સિલિન્ડર સળગતાં કપડાં ઘરના દરવાજા આગની ઝપેટમાં આવ્યાં

2019-09-30 262

સુરતઃપાંડેસરાની ગૌરીનગરના એક મકાનમાં રસોઈ બનાવતી વખતે સિલિન્ડર સળગવા લાગતાં મહિલાએ બૂમાબૂમ કરી પરિવારને ઉંઘમાંથી જગાડી દીધો હતો વહેલી સવારે બનેલી આ ઘટના બાદ પાડોશીઓ દોડી આવતા સળગતા સિલિન્ડર પર પાણીનો મારો કરી આગને કાબુમાં લઈ લેતા કોઈ મોટી જાનહાની નોંધાય ન હતીઆગ લાગ્યાની જાણકારી મળતાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં