બિહારમાં જ્યાં ભારે વરસાદે ચારેબાજુ તારાજી સર્જી છે ત્યાં નિફ્ટની સ્ટૂડન્ટે પૂર વચ્ચે કરેલા ફોટોશૂટના કારણે ટ્રોલ થવા લાગી હતી અંજલી સિહ નામની આ મોડલે ફોટોગ્રાફર સૌરવ અનુરાજની સાથે મળીને આ ફોટોશૂટ કર્યું હતું આ ગ્લેમરસ ફોટોઝમાં તે પાણીની વચ્ચે હસતાં હસતાં પોઝ આપતી દેખાઈ હતી જેવા આ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં અપલોડ થયા કે તરત જ તેના પર મિશ્ર પ્રતિભાવો આવવા લાગ્યા હતા યૂઝર્સે જો કે આ બંનેને ટ્રોલ કરતાં કહ્યું હતું કે એક તરફ આખું પટણા પાણીમાં ગરકાવ છે ને આમને આવું ફોટોશૂટ કરીને ફેમસ થવું છે સોશિયલ મીડિયામાં આવો રોષ જોયા બાદ ફોટોગ્રાફરે પોતાનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે તેમનો ઈરાદો ફેમસ થવાનો નહીં પણ દુનિયાનું પાણીમાં ફસાયેલા પટણા સમક્ષ ધ્યાન દોરવાનું હતું