રાજકોટમાં વરસતા વરસાદમાં યુવતીઓનો છત્રી રાસ

2019-09-30 1

રાજકોટ:રાજકોટને અમસ્તુ જ રંગીલું નથી કહેવાતું, અહીંના લોકો ખરેખર રંગીલા છે તેની અનુભૂતિ કેટલીક યુવતીઓએ કરાવી હતી વરસાદ પડવાને કારણે રાજકોટમાં મોટાભાગના પ્રાચીન અને અર્વાચીન ગરબા બંધ રહ્યા હતા, જોકે નવરાત્રીના પ્રથમ નોરતે સુરભિ રાસોત્સવ ચાલુ રહ્યો હતો અને તેમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યાં હતાં, ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો પરંતુ પહેલું નોરતું હોય અને રાસ ગરબા વિના જ બેસી રહેવું પડે તે રાજકોટની યુવતીઓને કેમ પોસાય, કેટલીક યુવતીઓએ છત્રીના સહારે રાસ ગરબા લઇને ઉપસ્થિત સૌ કોઇના મન મોહી લીધા હતા