બહુચરાજી : મા દુર્ગાની આરાધનાના મહાપર્વ શારદીય નવરાત્રિનો રવિવારે ઘટ સ્થાપના સાથે પ્રારંભ થયો છે પવિત્ર નવરાત્રિના પહેલા દિવસે જ રવિવાર હોઇ તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં બહુચર મૈયાના દર્શને માઇ ભકતોની ભીડ જામી હતી બહુચરાજીમાં બિરાજમાન બહુચર માતાજીના મંદિરે સવારે 7-30 કલાકે ઘટ સ્થાપન વિધિ ટેમ્પલ ટ્રસ્ટનાં વહીવટદાર કેતકીબેન વ્યાસના હસ્તે કરાઇ હતી તો બહુચર માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે ટોડા બહુચર માતાજીના મંદિરે ટ્રસ્ટી બીપીનભાઇ સંઘવીના હસ્તે ચેરમેન કાળીદાસ પટેલ, મંત્રી અમૃતભાઇ પટેલ સહિતની હાજરીમાં ઘટ સ્થાપન વિધિ ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચાર સાથે કરાઇ હતી આ પવિત્ર પળોના દર્શનનો લ્હાવો લેવા વહેલી સવારથી જ ભક્તો ઊમટી પડ્યા હતા