અંબાજી : આજે શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રિના પ્રારંભ નિમિત્તે ઘટ સ્થાપના કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિથી ખાસ માં શક્તિની આરાધના કરી નવરાત્રિ નિમિત્તે ઘટ સ્થાપના વિધિકરવામાં આવી હતીનવરાત્રિના પ્રારંભ મોટી સંખ્યામાં માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા
અંબાજી મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર છે નવરાત્રિમાં માં ભગવતીની લોકો આરાધના કરે છે અંબાજી 51 શક્તિપીઠમાં અગત્યનું સ્થાન ધરાવે છે લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા અંબાજી આવે છેનવરાત્રિના પ્રથમ દિવસે જ અંબાજી માં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી આજે અંબાજી મંદિરમાં માતાની પૂજા કરતા પૂજારીઓ દ્વારા ઘટ સ્થાપના કરવામાં આવી હતી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઘટ સ્થાપના સમયે મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા