છેડતીથી કંટાળેલી યુવતીએ આશિકને ધોયો, પોલીસે પણ પૉક્સો હેઠળ કેસ કર્યો

2019-09-29 198

શિવપુરીમાં આવેલી સાયન્સ કોલેજ પાસે યુવકે બે યુવતીઓની છેડતી કરી હતી આ હરકતથી તંગ આવેલી યુવતી તેના ઘરવાળાઓને લઈને સીધી જ આશિકની દુકાને પહોંચી ગઈ હતી જ્યાં તેણે યુવકને છેડતી કરવા બદલ જાહેરમાં જ પાઠ ભણાવ્યો હતો બાદમાં પોલીસે પણ તેમની ફરિયાદના આધારે તે યુવક સામે છેડતીની ફરિયાદ નોંધી હતી પોલીસે યુવક સામે પૉક્સો સહિતની કલમો લગાવીને તેની ધરપકડ પણ કરી લીધી હતી
મળતી વિગતો પ્રમાણે બે યુવતીઓએ સોહેબ મોહમ્મદ નામના આ આશિક સામે ફરિયાદ નોંધાવી છે પોલીસના જણાવ્યા અનુસાર યુવક કોચિંગ ક્લાસ અને કોલેજ આવતાં જતાં બંનેને પરેશાન કરતો હતો યુવતીના ભાઈએ પણ તેને આવું ના કરવાનું કહેતાં સોહેબે તેની વાત પણ ના માનીને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું અંતે કંટાળીને યુવતીઓએ જ આ આશિકને બરાબરનો માર મારીને તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી

Videos similaires