એન્કાઉન્ટરમાં આર્મીએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા, એક જવાન શહીદ, બે પોલીસ કર્મચારી ઘાયલ

2019-09-28 3,300

શ્રીનગર:કાશ્મીરના રામબનમાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ આતંકીઓને મારી નાખ્યા હતા શનિવારે સવારે અમુક આતંકીઓએ જમ્મૂ-કિશ્તવાડ નેશનલ હાઇવે પાસે એક બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડ્રાઇવર બસ દોડાવીને સેનાની નજીકની પોસ્ટ પાસે પહોંચી ગયો અને આતંકીઓ વિશે સૂચના આપી ત્યારબાદ આર્મી અને પોલીસે મળીને રામબન, ડોડા અને ગાંદરબાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉટર થયું હતું આતંકીઓ એક ઘરમાં ઘૂસી ગયા હતા જ્યાં બાકીના પરિવારજનો બહાર આવી ગયા અને ઘરના મોભીને તેમણે બંધક બનાવી લીધા હતા છેલ્લા સમાચાર પ્રમાણે આર્મીએ તેમને છોડાવી લીધા છે આ ઘટનામાં એક આર્મી જવાન શહીદ થયા હતા જ્યારે બે પોલીસ કર્મચારી ઘાયલ છે

Videos similaires