અમરેલી: અમરેલીના ચાંપાથળ ગામાં દીપડો આવી ચડ્યો હતો પરપ્રાંતીય મજૂર પારસીંગભાઇનો 6 વર્ષનો પુત્ર વાડીએ ફરજામાં રમતો હતો ત્યારે કપાસના પાકમાંથી અચાનક દીપડો આવ્યો હતો અને તેને ઉઠાવી ગયો હતો બાદમાં પરિવારના સભ્યોને બાળકની શોધખોળ હાથ ધરી હતી બાદમાં વાડીથી થોડે દૂર દીપડાએ ખાધેલ હાલતમાં મૃતદેહ મળતા તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો આ અંગે વન વિભાગને જાણ થતા ઘટનાસ્થળે સ્ટાફ દોડી ગયો હતો અને દીપડાને પાંજરે પૂરવા કાર્યવાહી હાથ ધરી હતી