પાકિસ્તાનનના કબજાવાળા કાશ્મીર એટલે કે પીઓકેમાં મંગળવારે આવેલા જોરદાર ભૂકંપે તબાહી મચાવી હતી આ આફતના કારણે સર્જાયેલી જાનહાની વચ્ચે એવા પણ કેટલાક વીડિયોઝ વાઈરલ થઈ રહ્યા છે જેમાં અજીબોગરીબ કારણો આપીને પાકિસ્તાનના પીએમના વખાણ કરવામાં આવ્યા હતા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનાં વિશેષ સૂચના સહાયક ડૉ ફિરદૌસ આશિક અવાને ભૂકંપ આવવા માટેનું વિચિત્ર કારણ આપ્યું હતું તો સાથે પાકિસ્તાનનાં જળવાયુ મંત્રી એવાં જરતાજ ગુલ વજીરેઆ વર્ષે પડેલા સૌથી વધુ વરસાદ અને બરફવર્ષાનો જશ પણ ઈમરાન ખાનને આપ્યો હતો
સોશિયલ મીડિયામાં જોરશોરથી વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પણ ડૉ ફિરદૌસ આશિકએ કહ્યું હતું કે, ‘જ્યારે પણ કોઈ બદલાવ આવે છે ત્યારે નીચે જમીનમાં તેનો સળવળાટ થવા લાગે છે આ બદલાવની જ અસરના લીધે જમીને પણ પડખું ફેરવ્યું (ભૂકંપ)છે તેને પણ આવું પરિવર્તન મંજૂર નથી’જો કે, તેમના આ નિવેદન બાદ તેમને સૌથી વધુ ટ્રોલ પણ પાકિસ્તાની યૂઝર્સે જ કર્યા હતાં જે બાદ તેમણે અન્ય વીડિયોના માધ્યમથી પોતાનો પક્ષ મૂકીને બચાવ પણ કર્યો હતો
આ બધાની વચ્ચે જ મોકો જોઈને અન્ય યૂઝર્સે તો પાકિસ્તાનનાં જળવાયુ મંત્રીનો પણ બફાટ વાઈરલ કર્યો હતો મંત્રી જરતાજ ગુલ વજીર આ વીડિયોમાં ઈમરાન ખાનનાં વખાણ કરતાં જોવા મળ્યાં હતાં આ વર્ષે પાકિસ્તાનમાં થયેલા ભારે વરસાદ અને બરફવર્ષાની ક્રેડિટ પણ તેમણે પીએમ ઈમરાન ખાનને આપતાં કહ્યું હતું કે, અલ્લાહના કરમ છે કે આ અગાઉ પાકિસ્તાનમાં આટલો બધો વરસાદ કે બરફવર્ષા નથી થઈ ભલે સોશિયલ મીડિયામાં મને ક્રેડિટ મળતી હોય પણ ખરેખર તો આનો સંપૂર્ણ જશ ઈમરાન ખાનને જ જાય છે