કરજણના કોઠિયા ગામે દિવાલ નીચે દટાતા ભેંસનું મોત

2019-09-28 71

વડોદરાઃકરજણ તાલુકામાં નર્મદા કિનારે આવેલા કોઠીયા ગામ એક મકાનની દિવાલ મકાનની ધરાશાયી થઇ ગઇ હતી દિવાલ મકાનની અંદરની બાજુમાં પડવાને બદલે બાજુમાં આવેલા પશુઓના કોઢીયામાં પડતાં પરિવારનો આબાદ બચાવ થયો હતો પરંતુ, પરિવારનું ગુજરાન ચલાવતી ભેંસનું મોત નીપજ્યું હતું મળેલી માહિતી પ્રમાણે તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે કિનારે આવેલા ગામોને ભારે નુકશાન થયું છે પૂરના પાણીના કારણે મકાનોના પાયાઓમાં પણ ભારે ધોવાણ થયું છે ત્યારે કોઠીયા ગામમાં નદી કિનારે રહેતા વિક્રમભાઇ પટેલના મકાનની દિવાલ પડતાં મકાનની દિવાલ ધરાશયી થઇ ગઇ હતી દિવાલ ઘરની અંદરની બાજુમાં પડવાને બદલે બાજુમાં દૂધાળા પશુઓ માટે બનાવેલા કોઢીયા ઉપર પડી હતી મકાનની દિવાલ પડતા પરિવારને કોઇ ઇજા થઇ નથી પરંતુ, દૂધાળા પશુઓ પૈકી એક ભેંસનું મોત નીપજ્યું હતું

Videos similaires