દક્ષિણ ગુજરાતમાં મેઘાની અવિરત સવારી, નવરાત્રીના આયોજકોમાં ચિંતા

2019-09-28 125

સુરતઃહવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત ભારે વરસાદ વરસવાનું અવિરત રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો સુરત જિલ્લાના ઓલપાડમાં કુલ 4 ઈંચ વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર રાત્રિના સમયે જ 3 ઈંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં તોફાની વરસાદના પગલે નવરાત્રિના આયોજકો ચિંતામાં મુકાયા છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રાત્રે વરસાદના કારણે તૂટેલા પતરામાંથી પાણી ટપકતાં કરોડોના ખર્ચે કરાયેલી કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી હતી

Videos similaires