ઇડર: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ઇડરમાં વહેલી સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે ઇડરના મૂટેડીથી ઢીંચણિયા ગામને જોડતો કૉઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે બે ગામોને જોડતો કૉઝવે પાણીમાં ગરકાવ થતા સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને રોજબરોજ કામ પર જતા લોકો કૉઝવે પર અટવાયા હતા છેલ્લા કેટલાય સમયથી આ કૉઝવે પર પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે