87માં એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે એર શો યોજાયો, ફાઇટર પ્લેનથી અદભૂત કરતબો કર્યાં

2019-09-27 278

વડોદરાઃ87માં એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા આજે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારંગ, આકાશ ગંગા અને ગરૂડ ટીમ દ્વારા એરોબેટીક્સ અને સ્કાય ડાયવિંગ કરવામાં આવ્યું હતું એરફોર્સના વડોદરા હવાઇ મથકે વિદ્યાર્થીઓને વાયુ સેનામાં જોડાવા માટે દ્રઢ સંકલ્પીત કરવા 87માં વાયુ સેના સ્થાપના દિવસની શાનદાર, રોમાંચક અને રૂંવાડા ઉભા થઈ જાય એવા સાહસ સભર એર શો અને સૈન્ય શક્તિના નિદર્શન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી