ભૂતાનમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલટના મોત

2019-09-27 789

ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર શુક્રવારે ભૂતાનમાં ક્રેશ થયું હતું હેલિકોપ્ટરમાં બેઠેલા બંને પાયલટનું આ અકસ્માતમાં મોત થયું છે સેનાના જણાવ્યા પ્રમાણે, તેમાં એક ભારતીય સેનાનો લેફ્ટિનેન્ટ કર્નલ રેન્કનો પાયલટ અને ભૂતાની સેનાનો પાયલટનો સમાવેશ થાય છે ભૂતાની પાયલેટ ભારતીય સેનાની ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યો હતો ભારતીય સેનાના પ્રવકતા કર્નલ અમન આનંદે કહ્યું કે આ હેલિકોપ્ટર ભૂતનમાં યોંગફુલ્લાની નજીક બપોરે 1 વાગે ક્રેશ થયું હતું હેલિકોપ્ટરનો રેડિયો અને વિઝ્યુઅલ સાથેનો સંપર્ક બપોરના 1 વાગ્યાથી તૂટી ગયો હતો હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના ખિરમૂથી યોંગફુલ્લા જઈ રહ્યું હતું