પંજાબના બટાલામાં જાહેરમાં જ બે મહિલાઓ અને ત્રણ પુરૂષો વચ્ચે મારમારીનાં દૃશ્યો સર્જાયાં હતાં પોલીસ સ્ટેશનની બહાર જ આવી ધમાલનાં દૃશ્યો જોઈને જોતજોતામાં જ ત્યાં ભીડ પણ એકઠી થવા લાગી હતી મળતી વિગતો પ્રમાણે ત્રણ બાળકોનો પિતા તેની પત્ની પર શંકા રાખીને મારામારી પણ કરતો હતો આ વિવાદ બાદ આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો જ્યાંથી પરત ફરતી વખતે વિવાદ વધુ વકરતાં વાત મારામારી સુધી પહોંચી હતી પતિના શંકાશીલ વર્તનથી ત્રસ્ત થઈને અંતે પત્નીએ પણ તેની માતા સાથે મળીને પતિ, સસરા અને ફૂઆજીને માર્યા હતા જેનો વીડિયો પણ સામે આવતાં જ વાઈરલ થવા લાગ્યો હતો