સલમાન ખાનના પૂર્વ બોડીગાર્ડે દવાનો ઑવરડોઝ લઈને ઉત્પાત મચાવ્યો

2019-09-27 556

યૂપીના મુરાદાબાદમાં સલમાન ખાન અને તેના ભાઈ સોહેલ ખાનના બૉડીગાર્ડ રહી ચૂકેલા અનસ કુરેશી નામના શખ્સે ઉત્પાત મચાવી તોડફોડ કરી હતી અનસે આ બધુ દવાનો ઓવરડૉઝ લેતા કર્યું હોવાનું જાણવા મળે છે તેણે ગાડીઓના કાચ તોડવાથી લઈને રાહદારીઓને માર માર્યો હતો અનસની કદ કાઠી મજબૂત હોવાથી કોઈ તેનો મુકાબલો કરી શક્યું નહોતું અંતે લોકોએ 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવી પડી હતી જોકે પોલીસને પણ તેને કાબુ કરવામાં પરસેવો છૂટી ગયો હતો પછી તેના પર જાળ નાખીને મહામહેનતે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો