રાજકોટ:રાજકોટ આઇટીઆઇ કોલેજ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડુંગળીના વધતા ભાવને લઇ તેઓએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવતા ડુંગળીના ભાવ વધ્યા છે સરકાર સ્ટોક અંગે તપાસ કરશે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે અહીં 1200 કટા ડુંગળીની આવક થઇ છે એક મણે ડુંગળીના ભાવ 100 રૂપિયા ઘટ્યા છે હાલ એક મણ ડુંગળીના 650થી 750 રૂપિયા મળી રહ્યા છે