હિંમતનગરમાં નિયત દર કરતા વધારે રૂપિયા પડાવતું PUC સેન્ટર, બોર્ડ લખી દર દર્શાવ્યા

2019-09-26 181

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના નવા નિયમો લાગુ કરવા સરકારે મુદ્દત વધારી આપી છે ત્યારે પીયુસી, ડ્રાઈવિંગ લાયસન્સ, HRPC નંબર પ્લેટ સહિતની જરૂર વસ્તુઓ માટે લોકો દોડધામ કરી રહ્યા છે ત્યારે હિંમતનગર શહેરમાં પીયુસી કઢાવવા વાહન ચાલકોની પીયુસી સેન્ટર આગળ લાઈનો લાગી રહી છે ત્યારે શહેરના એક પીયુસી સેન્ટરે સરકારે નિર્ધારિત કરેલા દરોથી વધારે વસૂલતું દર લખેલું બોર્ડ લગાવ્યું છે ટુવ્હિલર ધારકોએ 20ના બદલે 50 રૂપિયા ચૂકવવા પડે છે