તિથી પ્રમાણે રાજકોટની રાષ્ટ્રીય શાળામાં મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ ઉજવાયો

2019-09-26 53

રાજકોટ:આજે ભાદર સુદ બારસ એટલે કે મહાત્મા ગાંધીનો તિથી પ્રમાણે જન્મદિવસ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો તારીખ મુજબનો જન્મદિન 2 ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવાઈ છે પરંતુ રાજકોટમાં બાપુની પ્રેરણાથી સ્થપાયેલી રાષ્ટ્રીય શાળામાં તિથી મુજબ જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે આજના દિવસને રાષ્ટ્રીય શાળા દ્વારા રેંટિયા બારસ તરીકે ઉજવવામાં આવી રહી છે