નવરાત્રિમાં ગરબાના સ્ટેપ્સ, ટ્રેડિશનલ કોસ્ચ્યૂમ અને ગ્રુમિંગ જ ખેલૈયાઓને હજારોમાં એક બનાવે છે નવરાત્રિમાં ખેલૈયાઓ મોટાભાગે ટેમ્પરી ટેટૂ બનાવતા હોય છે આ ટેટૂ એક કલાકમાં બની જાય છે, આ વર્ષે દાંડીયા, ગરબા રમતા ખેલૈયાઓ, કૃષ્ણ-રાધા સાથે સોશિયલ ઈસ્યૂ અને ખાસ કરીને મોદી અને ટ્રમ્પના મૈત્રી સંબંધોના ટેટૂ ખેલૈયાઓના ફેવરિટ રહ્યા છે નવરાત્રિમાં નવ દિવસ પુરતા જ ટેટૂ રાખવાના હોવાથી મોટાભાગના યંગસ્ટર્સ ટેમ્પરરી ટેટૂ વધારે કરાવી રહ્યાં છે