અમદાવાદ: નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને ચઢવા જતા યુવકનો પગ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાતા ઈજાગ્રસ્ત થયો હતો કાલુપુર સ્ટેશનમાં ટ્રેન ઉપડ્યા બાદ ચાલુ ટ્રેને બે યુવકે ચઢવાની કોશિષ કરી હતી, જેમાં એક યુવક ચડી ગયો હતો જ્યારે જિતકુમાર (સ્વાતિ ગાર્ડન, મકરબા)નો પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો એ સમયે આરપીએફ જવાન દીપક યાદવની નજર પડતા તેણે દોડીને જિતને પાછળથી ખેંચી લેતા તેનો જીવ બચ્યો હતો ત્યારબાદ તેને ટ્રેનમાં બેસી રવાના કરાયો હતો બે દિવસ પહેલા 23 સપ્ટેમ્બરે પણ આ જ રીતે આશ્રમ એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને ચઢવા જતા એક યુવક ફસાયો હતો અને આરપીએફે બચાવ્યો હતો